વડોદરા જિલ્લાના અનગઢ ગામમાં 4.415 કિલો પોશ ડોડા સાથે 73 વર્ષીય વૃદ્ધ ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા જિલ્લાના નંદેસરી વિસ્તારમાં ડ્રગ્સ વિરુદ્ધ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. નંદેસરી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે અનગઢ ગામ બસ સ્ટેન્ડ નજીક પરમાર ફળિયામાં રહેતા ચંદુભાઇ સામંતભાઇ પરમાર (ઉંમર 73 વર્ષ)ને ઝડપી પાડવામાં આવ્યા હતા.

તપાસ દરમિયાન આરોપીના ઘરેમાંથી પોશ ડોડાનો 4.415 કિલો વજનનો જથ્થો કબજે કર્યો હતો, જેની અંદાજીત કિંમત રૂ. 66,225 હોવાનું પોલીસે જણાવ્યું છે. ઉપરાંત વજન કાંટો અને મોબાઇલ ફોન પણ મળી આવતા તેને પણ કબજે લેવામાં આવ્યા હતા.

આ રીતે પોલીસ દ્વારા કુલ રૂ. 67,225નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें