વાપીના ફેક્ટરી માલિક સાથે 300 કરોડની બિઝનેસ લોનના નામે 22.50 લાખની ઠગાઈ, ડીસીબીમાં ફરિયાદ નોંધાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વાપીમાં આવેલી કેમિકલ મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિક સાથે કરોડોની લોન અપાવવાના બહાને લાખોની ઠગાઈનો ગંભીર મામલો સામે આવ્યો છે. મુંબઈમાં રહેતા નરેન્દ્ર કાંતિલાલ શાહ અને તેમના પુત્ર હિરેન શાહે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વર્ષ 2021માં વાપી GIDC સ્થિત તેમની કંપનીમાં સોલર પ્રોજેક્ટ અને ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ સ્થાપવા માટે 300 કરોડ રૂપિયાની બિઝનેસ લોનની જરૂર હતી.

આ માટે તેમના બિલ્ડર મિત્ર ગિરીશ શુક્લાની ઓળખાણથી વડોદરાના સિગ્નેટ કોમ્પ્લેક્સમાં આવેલી ‘નયનાબેન મહિલા સહયોગ ફાઇનાન્સિયલ સર્વિસ’ નામની ઓફિસમાં મુલાકાત લીધી હતી. ત્યાં નયનાબેન અને તેમના પુત્રે ચાર ટકાના વ્યાજ દરે લોન મંજૂર કરાવી આપવાની ખાતરી આપી અને કમિશન તરીકે 30 લાખ રૂપિયાની માંગ કરી હતી.

લોનની પ્રક્રિયા શરૂ કરવાની વાત કરી ફરિયાદીએ અલગ-અલગ તબક્કે કુલ 25 લાખ રૂપિયા આપ્યા હતા. બાદમાં લાંબા સમય સુધી લોન ન મળતા ઉઘરાણી કરતા ડિસેમ્બર 2024માં માત્ર અઢી લાખ રૂપિયા પરત આપ્યા, જ્યારે બાકી 22.50 લાખ રૂપિયા પરત ન આપતા ઠગાઈની ફરિયાદ નોંધાવાઈ છે.

 

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें