ઉત્તરાયણ પહેલાં અમદાવાદ ગ્રામ્ય SOGની મોટી કાર્યવાહી : દાદરા નગર હવેલીમાં ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપી, 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી. દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સામે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાં પાડેલા દરોડાની તપાસના તાર દાદરા નગર હવેલી સુધી પહોંચ્યા હતા, જ્યાં ગેરકાયદે ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંદાજે 52 હજાર પ્રતિબંધિત ફિરકીઓ, મશીનરી, વાહનો અને મોબાઈલ સહિત કુલ 2.34 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें