થલતેજ અંડરપાસમાં ભયાનક અકસ્માત — ટ્રક પાછળ કાર ઘૂસી જતા યુવકનું મોત, બે યુવતીઓ ઈજાગ્રસ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના એસજી હાઇવે પર આવેલા થલતેજ અંડરપાસમાં ભયાનક અકસ્માત થયો હતો. પુરઝડપે આવતી કાર બંધ પડેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતાં કાર ચાલક આર્યન બત્રા (રહે. આંબલી)નું ઘટના સ્થળે મોત થયું હતું. કારમાં તેની સાથે રહેલી મિત્ર પ્રિયાંશી ચોક્સી અને કીર્તી અગ્રવાલ ઈજાગ્રસ્ત થઈ હતી અને તેમને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત બાદ ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો. ટ્રાફિક પોલીસએ સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें