ભૂપેન્દ્ર પટેલ સરકારના ખેડૂતો માટેના પેકેજથી નારાજ — અમરેલીના ભાજપ નેતા ચેતન માલાણીએ આપ્યું રાજીનામું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજ્ય સરકારે કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યા બાદ અમરેલીના સાવરકુંડલાના ભાજપ નેતા અને પૂર્વ મહામંત્રી ચેતન માલાણીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. માલાણીએ આ પેકેજને “ખેડૂતો સાથેની મજાક” ગણાવી કહ્યું કે આ મદદ ખેતરની વાસ્તવિક પરિસ્થિતિને અનુરૂપ નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે, રાજકીય પદની ઈચ્છા વગર પણ ખેડૂતોને ન્યાય મળે તે માટે તેઓ અવાજ ઉઠાવતા રહેશે. ચેતન માલાણી પૂર્વ સાંસદ નારણ કાછડીયાના નજીકના નેતા માનવામાં આવે છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें