સાવધાન પ્રવાસીઓ! ‘સિંહ સદન’ના નામે ફેક વેબસાઈટ બનાવી ઠગોએ કરાવ્યો ચૂનો, ઓનલાઈન બુકિંગના બહાને ઉઘરાવ્યા રૂપિયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગીર સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને નિશાન બનાવી ઠગોએ ‘સિંહ સદન’ નામે નકલી વેબસાઈટ બનાવી છેતરપીંડી કરી. ફેક સાઇટ પર સત્તાવાર ગેસ્ટ હાઉસના ફોટા અને રૂમના દરો બતાવી બોગસ બુકિંગ રસીદો મોકલવામાં આવી હતી. વલસાડના પ્રવાસીએ પેમેન્ટ કર્યા બાદ છેતરાયાની જાણ થતાં કૌભાંડ બહાર આવ્યું. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ‘સિંહ સદન’ માટે કોઈ ઓનલાઈન બુકિંગ સિસ્ટમ નથી અને રૂમ ફક્ત રૂબરૂ ઉપલબ્ધતા મુજબ જ મળે છે. પોલીસ દ્વારા અજાણ્યા ઠગો સામે ફરિયાદ નોંધાઈ છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें