રાજકોટમાં હોમ લોનના નામે છેતરપિંડી: એજન્ટોની સતામણીથી યુવકનો આપઘાત, 15% વ્યાજે બિઝનેસ લોન પધરાવી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજકોટમાં નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC)ના એજન્ટો દ્વારા થતી સતામણીના કારણે એક યુવકે આત્મહત્યા કરી હોવાનો આઘાતજનક બનાવ સામે આવ્યો છે. દેવશંકર મહેતાને હોમ લોનના બહાને 15% વ્યાજે બિઝનેસ લોન પધરાવવામાં આવી હતી. EMI ભરવામાં વિલંબ થતાં એજન્ટો દ્વારા ધમકીઓ અને દંડ વસૂલવામાં આવતા દેવશંકર માનસિક દબાણમાં આવી ગયા હતા. આખરે તેમણે જીવ ટૂંકાવતાં પરિવારજનોએ ત્રણ એજન્ટો સામે આત્મહત્યા માટે ઉશ્કેરવા અને છેતરપિંડીની FIR નોંધાવી છે. પોલીસ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરાઈ છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें