સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો: 14 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર, તાપમાનમાં વધુ ઘટાડાની આગાહી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાજ્યમાં શિયાળાની ઋતુએ દસ્તક આપી દીધી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં ઠંડીનો પ્રભાવ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન ગાંધીનગરમાં 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે અમદાવાદમાં 15 અને રાજકોટ-અમરેલીમાં 16 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગ મુજબ આગામી દિવસોમાં પણ ઠંડી જળવાઈ રહેવાની સંભાવના છે અને સવાર-સાંજના સમયમાં ઠંડકમાં વધારો થશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें