સચિવાલયમાં ‘સખી નીર’: રૂ. ૭ની કાચની બોટલથી મહિલા સશક્તિકરણ અને પ્લાસ્ટિક મુક્તિમાં સફળતા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર: ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણ અને પ્લાસ્ટિક મુક્ત રાજ્યની પહેલ હેઠળ, સચિવાલય-વિધાનસભા કેમ્પસમાં ‘સખી નીર’ ઇકો ફ્રેન્ડલી કાચની પાણીની બોટલ ફેસિલિટી જુલાઈ 2025માં શરૂ કરી હતી. “માં નર્મદા એકતા મહિલા મંડળ” દ્વારા સંચાલિત આ પ્રોજેક્ટમાં છેલ્લા ચાર મહિનામાં 1.20 લાખથી વધુ બોટલનું વેચાણ થઈ ચૂક્યું છે.

કર્મયોગી ભવન અને સચિવાલયના વિભાગોએ રૂ. 11.20 લાખની કાચની બોટલ ખરીદી કરી, જે વડાપ્રધાનના સ્વદેશી અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને બળ આપતી સાબિત થઈ. દર બોટલનું કિંમત રૂ. ૭ છે અને 300 મિ.લિ. પાણી પૂરું પાડવામાં આવે છે, જેના પરિણામે પ્લાસ્ટિક વેસ્ટમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આ પ્લાન્ટમાં ગાંધીનગરની છ મહિલાઓને રોજગારી મળે છે, અને ટેકનોલોજી વડોદરાના યુવા સ્ટાર્ટઅપ પ્રતિક પટેલ અને ટીમે વિકસાવી છે. અગાઉ આ પ્રકારના પાયલોટ પ્રોજેક્ટ તાપી જિલ્લાના પદમડુંગરી અને તિરુપતિના તિરુમાલા ખાતે પણ સફળતા સાથે ચલાવવામાં આવ્યા હતા, જેમાં પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં પીવાનું પાણી આપવામાં આવ્યું હતું.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें