???? ગુજરાતને ‘બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ’નો સમ્માન: પીએમ જનમન હેઠળ ખાસ નબળા આદિજાતિ સમુદાય માટે શ્રેષ્ઠ કામગીરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગાંધીનગર: પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન (પીએમ જનમન) હેઠળ ગુજરાતે દેશના તમામ રાજ્યોમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે અને તેને **“બેસ્ટ પર્ફોર્મિંગ સ્ટેટ”**નો પુરસ્કાર આપવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર PVTG (ખાસ નબળા આદિજાતિ જૂથો) માટે આવાસ, પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ અને માર્ગ સુવિધાઓ પૂરી પાડવા માટે કાર્યરત છે.

અભિયાન હેઠળ ગુજરાતમાં 14,552 આવાસો મંજૂર થયા છે, 100% પાઈપલાઇન મારફતે પાણી, 6630 ઘરોમાં વીજળી, 36 નવા મોબાઇલ ટાવર, 45 કિ.મી. નવા રસ્તા અને 22 મોબાઇલ મેડિકલ યુનિટ કાર્યરત થઈ છે. રાજ્યની આ સફળતા દર્શાવે છે કે ગુજરાતે આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે મજબૂત પ્રયાસો કર્યા છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें