???? અમદાવાદમાં નવેમ્બરની સૌથી ઠંડી શરૂઆત, છેલ્લા દસકાનો રેકોર્ડ તૂટ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ અને રાજ્યભરમાં ગુલાબી ઠંડીનો પ્રારંભ થઇ ગયો છે. આ વર્ષે ઠંડી લગભગ ત્રણ અઠવાડિયા વહેલી આવી છે. 7 નવેમ્બરે શહેરમાં લઘુત્તમ તાપમાન 14.7 ડિગ્રી નોંધાયું, જે છેલ્લા દસકામાં નવેમ્બરના મહિનાની સૌથી ઠંડી શરૂઆત છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી રહ્યું, જે સામાન્ય કરતા 2.6 ડિગ્રી ઓછું છે.

આ વર્ષે વહેલી ઠંડીનું કારણ સ્વચ્છ આકાશ, સૂકી હવા અને ઉત્તરપશ્ચિમના પવન માને છે, જે ગરમીને ઝડપી રીતે બહાર કાઢી રહ્યા છે. અમદાવાદ ઉપરાંત વડોદરા, ગાંધીનગર અને કચ્છમાં પણ તાપમાન સામાન્ય કરતા નીચે નોંધાયું છે. આ અઠવાડિયે હવામાન વધતા વધુ ઠંડી અનુભવાશે અને આગામી શિયાળું સિઝન સામાન્ય કરતાં વધુ તીવ્ર હોઈ શકે છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें