વિશ્વ પરમાણુ યુદ્ધ તરફ ધકેલાયું, મસ્કના દાવા પ્રમાણે આગામી દસ વર્ષમાં ભીષણ હુમલા શક્ય

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વોશિંગ્ટન: ટેસ્લા સીઈઓ અને વિશ્વના સૌથી ધનિક વ્યકિતઓમાંના ઇલોન મસ્કે જણાવ્યું છે કે વિશ્વ પરમાણુ યુદ્ધ તરફ ધકેલાઈ રહ્યું છે અને આગામી પાંચથી દસ વર્ષમાં પરમાણુ હુમલા પણ શક્ય છે. મસ્કે આ દાવો સોશિયલ મીડિયા પર આપેલા જવાબમાં કર્યો હતો, જે ચોંકાવનારો બન્યો છે.

એક યૂઝરે સવાલ કર્યો હતો કે પરમાણુ હથિયાર હોવાને કારણે તાકતવર દેશો વચ્ચે સીધો યુદ્ધ અશક્ય છે, પરંતુ મસ્કે જવાબમાં જણાવ્યું કે જો યુદ્ધ થશે તો તે પાંચ વર્ષમાં શરૂ થઈ શકે છે અને મહત્તમ ૧૦ વર્ષમાં ભીષણ પરમાણુ હુમલો શક્ય છે. મસ્કે કયા દેશો વચ્ચે યુદ્ધ થશે તે સ્પષ્ટ કર્યા નથી.

હાલમાં મસ્કના આ દાવા પર લોકો વચ્ચે ચિંતાનો માહોલ છવાયો છે. મસ્ક અગાઉ પણ આશ્ચર્યજનક દાવા કરતા રહ્યા છે, જેમ કે ભવિષ્યમાં નોકરી ફરજિયાત નહીં, પરંતુ એઆઇની મદદથી લોકો પોતાની ઇચ્છા મુજબ કામ પસંદ કરી શકશે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें