IND vs SA: વિરાટ કોહલીએ ફટકારી સતત બીજી સદી, ગાયકવાડની પ્રથમ વનડે સદીથી રાયપુર સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાયપુર: ભારત–સાઉથ આફ્રિકા વચ્ચેની વનડે સીરિઝની બીજી મેચમાં ભારતીય બેટ્સમેનોએ ધમાકેદાર પ્રદર્શન કર્યું. વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારીને પોતાની વનડે સદીની સંખ્યા 53 સુધી પહોંચાડી. કોહલીએ 93 બોલમાં 102 રન નોંધાવતાં સ્ટેડિયમમાં તાળીઓની ગૂંજ ઉઠી ગઈ.

એ જ સાથે ઋતુરાજ ગાયકવાડે પોતાના વનડે કરિયરની પ્રથમ જ શાનદાર સદી ફટકારી. તેણે 77 બોલમાં 100 રન પૂરા કરીને 14 ચોગ્ગા અને બે છગ્ગાઓ સાથે આક્રમક ઇનિંગ રમ્યો. તેની સદી બાદ સમગ્ર સ્ટેડિયમ ઊભું રહીને આવકાર આપતું થયું.

ભારતે સીરિઝની પ્રથમ મેચમાં પણ પ્રભાવશાળી જીત મેળવી હતી, જેમાં કોહલીના 135 રન અને ટોપ ઓર્ડરની બહેતર ભાગીદારીથી 349 રનનો વિશાળ સ્કોર ઉભો થયો હતો.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें