અમદાવાદમાં બોમ્બ ધમકીઓનો સિલસિલો યથાવત છે. આજે સવારે મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળ્યા બાદ હવે ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની અનામી ઈમેઈલ મળી હતી. હાઈકોર્ટના ઓફિશિયલ મેલ પર આવેલી ધમકી બાદ પોલીસ, SOG અને BDDS ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડીને સઘન ચેકિંગ શરૂ કર્યું. અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ ઈમેઈલનો સોર્સ શોધવા IP Address સહિત ડિજિટલ તપાસ ચાલી રહી છે. છેલ્લા થોડા મહિનાઓથી શહેરમાં મળતી હોક્સ ધમકીઓ વચ્ચે આ નવી ઘટના સુરક્ષા તંત્ર માટે મોટો પડકાર બની રહી છે.
અમદાવાદમાં ફરી બોમ્બની ધમકી: હવાઈ સફર બાદ હવે ગુજરાત હાઈકોર્ટને ઉડાવવાની ઈમેઈલથી મચ્યો હડકંપ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
