ગુજરાત ATSનો મોટો ખુલાસો: પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ, નિવૃત્ત સુબેદાર અને મહિલા એજન્ટ ઝડપાયા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત ATSએ ટેક્નિકલ અને ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સના આધારે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ ઓપરેટિવ્સ ચાલાવતી જાસૂસી રિંગનો ભાંડો ફોડ્યો છે. ગોવામાંથી નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સુરેન્દ્રસિંહ અને દમણની મહિલા એજન્ટ રાશમની રવિન્દ્ર પાલને ઝડપાયા છે. તપાસમાં સામે આવ્યું કે PIO હેન્ડલરો ખોટી ઓળખ—’અંકિતા શર્મા’ અને ‘પ્રિયા ઠાકુર’—નામે ભારતીય આર્મીના જવાનોને ફસાવી તેમની પાસેથી યુનિટ મુવમેન્ટ, પોસ્ટિંગ અને સેનાસંબંધી ગુપ્ત માહિતી મેળવતા હતા. સુબેદારના ફોનમાં મોકલાયેલા ટ્રોઝન માલવેરથી ડેટાનો સીધો એક્સેસ પણ મેળવવામાં આવતો હતો.
આ નેટવર્કના હેન્ડલરો પાકિસ્તાનના મુલ્તાન, સરગોધા અને લાહોરમાંથી ઓપરેટ કરતા હતા. ATSએ બે આરોપીઓ સામે કલમ 61 અને 148 હેઠળ ગુનો દાખલ કરી વધુ જોડાણોની તપાસ શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें