ગુજરાત ATSએ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત મોટા જાસૂસી નેટવર્કનો ખુલાસો કરીને બે એજન્ટો—ગોવામાંથી નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સુરેન્દ્રસિંહ અને દમણની મહિલા રાશમની રવિન્દ્ર પાલ—ને ઝડપી લીધા છે. તપાસમાં સામે આવ્યું કે પાકિસ્તાની હેન્ડલરો સોશિયલ મીડિયા પર ખોટી ઓળખ બનાવી ભારતીય આર્મીના જવાનોને ફસાવી ગુપ્ત માહિતી મેળવતા હતા. સુબેદારના મોબાઇલમાં ટ્રોઝન માલવેર મોકલી તેમના ડેટાનો સીધો એક્સેસ મેળવવામાં આવ્યો હતો.
રાશમની ‘પ્રિયા ઠાકુર’ નામે જવાનો સાથે સંપર્ક વધારી સેનાના યુનિટ મુવમેન્ટ અને યુદ્ધ અભ્યાસ અંગે માહિતી એકત્ર કરતી હતી. મોબાઇલ ટ્રેસિંગ અને નાણાકીય વ્યવહારોની તપાસમાં જાણવા મળ્યું કે આ નેટવર્કના મુખ્ય હેન્ડલરો પાકિસ્તાનના મુલ્તાન, સરગોધા અને લાહોરથી ઓપરેટ કરતા હતા.
ATSએ બંને સામે કલમ 61 અને 148 હેઠળ ગુનો નોંધી વધુ આરોપીઓ સુધી દોરી શકે તેવા પુરાવાઓની તપાસ શરૂ કરી છે.
ગુજરાત ATSનો ધમાકેદાર પર્દાફાશ: પાકિસ્તાની જાસૂસી નેટવર્કના બે એજન્ટ ઝડપાયા
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
