વડોદરામાં ‘સર્પમિત્ર’નો અનોખો ચમત્કાર: યુવકે ઝેરી સાપને CPR આપી નવજીવન આપ્યો, વીડિયો વાયરલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા શહેરમાં જીવદયાની અનોખી ઘટના સામે આવી છે. થોડા દિવસ પહેલાં વલસાડમાં એક યુવકે સાપને CPR આપી જીવ બચાવ્યાનો વીડિયો વાયરલ થયો હતો, અને હવે વડોદરામાં પણ એવી જ માનવતા ભરેલી ઘટના બની છે. જીવદયા ગ્રુપના કાર્યકરે જોખમ વચ્ચે ઝેરી સાપને માઉથ-ટુ-માઉથ CPR આપી देकर નવજીવન અર્પણ કર્યું હતું.

???? શું છે મામલો?

પારડી, વલસાડની એક ખાનગી શાળાના કેમ્પસમાં બે સાપ જોવા મળતા સંચાલકોએ જીવદયા ગ્રુપને બોલાવ્યા હતા. એક સાપને સુરક્ષિત પકડવામાં આવ્યો હતો, પરંતુ બીજા સાપ પર લાકડાનો જથ્થો પડી જતા તેની શ્વાસનળી દબાઈ ગઈ અને તે અર્ધબેભાન સ્થિતિમાં પહોંચ્યો.

કાર્યકરોએ પ્રથમ હાથે પમ્પિંગ કરીને શ્વાસોશ્વાસ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પણ સફળતા ન મળતાં તેમણે પ્લાસ્ટિકની સ્ટ્રો વડે સાપના મોઢાનો નીચેનો શ્વાસ નળી માર્ગ શોધી તેમાં હવા ફૂંકીને CPR આપવાનું શરૂ કર્યું. માત્ર 5 થી 7 વખત આપેલી CPR પછી સાપમાં ફરી હલચલ થવા લાગી અને તેની શ્વાસનળી ફરી કાર્યરત થઈ ગઈ—સાપને નવજીવન મળ્યું.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें