અમદાવાદમાં માનસિક દિવ્યાંગ યુવતી પર અત્યાચારો કરનાર શખ્સ દાણીલીમડામાંથી ઝડપી લીધો; 16 ગુનલિસ્ટ ધરાવતા આરોપીને 6 દિવસનો રિમાન્ડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં માનસિક દિવ્યાંગ યુવતી પર થયેલા અત્યાચારે શહેરમાં રોષ ફેલાવ્યો છે. ઘટનાને ગંભીરતાથી લઇને ક્રાઇમ બ્રાન્ચે રીઢો ગુનેગાર મોઈનુદ્દીનને પકડી પાડ્યો છે. કોર્ટએ કેસની ગંભીરતા જોતા તેને 6 દિવસનો પોલીસ રિમાન્ડ મંજૂર કર્યો છે.

???? કેવી રીતે બહાર આવી ઘટના?

ચાર દિવસ પહેલાં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં યુવતી પર થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ કમિશનર જી.એસ. મલિકે તપાસ પ્રભાવશાળી રીતે થાય તે માટે કેસ સિટી ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસને ગુનાનું સ્થળ પણ મળી આવ્યું. સૂત્રો અનુસાર, આરોપી મોઈનુદ્દીને યુવતીને ખાંસી ખાતી અને ભટકતી જોઈ હતી. દવા અપાવવાના બહાને તેણે યુવતીને બાઈક પર બેસાડી, ખાલી બિલ્ડિંગમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીને તેના ઘરથી થોડે દૂર છોડી દીધી હતી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें