ઇન્ડિગો એરલાઇન્સમાં ચાલુ ફ્લાઇટ રદ અને વિલંબની સમસ્યાઓને લઈને કેન્દ્ર સરકારે સખત વલણ અપનાવ્યું છે. ઉડ્ડયન મંત્રાલયે ઇન્ડિગોના વિન્ટર શેડ્યુલમાં તાત્કાલિક 5% ઘટાડાનો આદેશ આપ્યો છે અને એરલાઇન પર ₹1,000 કરોડ સુધીનો દંડ લાદવાની ગંભીર વિચારણા ચાલી રહી છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA)ની કડકાઈ બાદ સરકાર હવે ફ્લાઇટ રદ અને ખરાબ મેનેજમેન્ટના મૂળ કારણોની તપાસ માટે એક સંસદીય સમિતિની રચના કરવાની તૈયારીમાં છે. સૂત્રો સૂચવે છે કે ઇન્ડિગોએ મુસાફરોના હિતોને અવગણ્યા છે, તેથી કડક પગલા જરૂરી બની ગયા છે.
માત્ર એક અઠવાડિયામાં 4,500થી વધુ ફ્લાઇટ્સ રદ થતાં મુસાફરોમાં ભારે અશાંતિ જોવા મળી રહી છે. એરલાઇનને અત્યાર સુધી ₹745 કરોડનું ટિકિટ રિફંડ આપવું પડ્યું છે, અને સંકટ હજુ હળવું થવાના કોઈ સંકેત નથી.
