અમદાવાદમાં ફરી બુલડોઝર કાર્યવાહી: કમલ તળાવ પાસે 150 મકાનો ધ્વસ્ત, ઘરવિહોણા બનેલા પરિવારોનું કરુણ દૃશ્ય

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદમાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કાર્યવાહી યથાવત રહી છે. કુબેરનગર વિસ્તારમાં આવેલા કમલ (ઉમલા) તળાવ પાસે આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મોટાપાયે ડિમોલિશન હાથ ધરાયું, જેમાં અંદાજે 150 કાચા-પાકા મકાનો બુલડોઝરથી જમીનદોસ્ત કરાયા. અગાઉ નોટિસ અપાયા છતાં દબાણો દૂર ન થતાં તંત્રએ આ પગલું ભર્યું હતું. વર્ષોથી અહીં વસતા પરિવારોના ઘરો તૂટતાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં હૈયાફાટ રુદન જોવા મળ્યું. અસરગ્રસ્તોએ સરકાર પાસે વૈકલ્પિક રહેઠાણની માંગ ઉઠાવી છે. સંવેદનશીલતા દાખવતા ખોડિયાર માતાના મંદિરને હાલ પૂરતું અસ્પર્શિત રાખવામાં આવ્યું છે. સમગ્ર ઘટનાએ શહેરમાં ફરી એકવાર બુલડોઝર કાર્યવાહી અંગે માનવીય પ્રશ્નો ઊભા કર્યા છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें