જામનગર તાલુકાના કનસુમરા ગામની સીમમાં જાહેરમાં ચાલતી જુગારની મહેફીલ પર એલસીબી પોલીસે દરોડો પાડી મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે કરાયેલા આ ઓપરેશનમાં જુગાર રમતા ચાર શખસોને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે બે શખસો નાશી છૂટ્યા છે. ઝડપી લેવાયેલા આરોપીઓ પાસેથી રૂ.1.13 લાખની રોકડ રકમ તેમજ બે મોટરસાયકલ મળી કુલ રૂ.2.08 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જામનગરના કનસુમરા ગામમાં એલસીબીનો ઘાટ: જુગાર રમતા 4 શખસ ઝડપાયા, 2 ફરાર; રૂ.2.08 લાખનો મુદામાલ જપ્ત
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
