અમદાવાદમાં જમાઈની ખબર લેવા જતાં દંપતી પર ડમ્પરની ગમખ્વાર ટક્કર, પત્નીનું ઘટના સ્થળે જ મોત; CCTV ફૂટેજ સામે આવ્યા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના વાળીનાથ ચોક નજીક થયેલા ભયાનક અકસ્માતમાં જમાઈની ખબર લેવા જતા દંપતી પર AMCના ડમ્પરે ટક્કર મારી, જેમાં પત્ની ગાયત્રીબેન પ્રજાપતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. તેમના પતિ મનોજભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી છે અને તેમને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાનું CCTV ફૂટેજ સામે આવ્યું છે, જેમાં દંપતીને ડમ્પર કેવી રીતે કચડતો દેખાય છે તે સ્પષ્ટ જોવા મળે છે. પરિવાર માટે આ દુઃખદ ઘટનાએ ભારે આઘાત પેદા કર્યો છે, જેમાં 12 અને 23 વર્ષની એમ બે દીકરીઓ માતાને ગુમાવી બેસી છે. પોલીસ ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસમાં લાગી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें