જામનગર જિલ્લાના જામજોધપુરના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા 50 વર્ષીય ખેડૂત અરવિંદભાઈ કાનાભાઈ સુરેલાએ કેન્સરની ગંભીર બીમારીથી કંટાળી જઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોતાની વાડીમાં જંતુનાશક દવા પી લીધા બાદ તેમને જામજોધપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહનો કબજો લઈ તપાસ શરૂ કરી છે. મૃતક છેલ્લા કેટલાક સમયથી મોઢાના કેન્સરની સારવાર હેઠળ હતા, જેનાથી કંટાળી તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
જામજોધપુરમાં હૃદયદ્રાવક ઘટના: કેન્સરની પીડાથી કંટાળી ખેડૂત યુવાને આપઘાત કર્યો
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
