‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ જામનગર પોલીસે વધુ એક કાર્યવાહી: 4 શખ્સો સામે નવી ફરિયાદ નોંધાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સાયબર ફ્રોડ અને બોગસ બેંક ખાતાધારકો સામે ચાલતા રાજ્યવ્યાપી ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ અંતર્ગત જામનગર પોલીસે વધુ એક મહત્વની કાર્યવાહી કરી છે. સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં 4 આરોપીઓ સામે 9.60 લાખ રૂપિયાનું અન ઓથોરાઈઝ ટ્રાન્જેક્શન કરવાના મામલે નવી ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધી જામનગર જિલ્લામાં 24 ફરિયાદો સાથે કુલ 55 આરોપીઓ સામે ગુના નોંધાયા છે. સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા નેટવર્કને ઉઘાડું પાડવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें