જામનગર મહાનગરપાલિકાની તા.19 ડિસેમ્બરે યોજાનારી જનરલ બોર્ડ બેઠક ગરમાગરમ બનવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. રસ્તા રીપેરીંગ, ડોર-ટુ-ડોર કચરા વ્યવસ્થાપન, પીએમ-જેએવાય કાંડ અને આરોગ્ય વિભાગની કામગીરી સહિતના મુદ્દે વિપક્ષ દ્વારા તીખી પસ્તાળ થવાની સંભાવના છે. બેઠકમાં ટીપી સ્કીમ સંબંધિત ઠરાવો, પ્લોટ વેચાણ, વોટર વર્ક્સ વિભાગમાં ભરતી સહિતના મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન શહેરના માર્ગોની હાલત, આંગણવાડી અને આરોગ્ય સેવાઓને લઈને વિપક્ષી સભ્યો આક્રમક રજૂઆતો કરે તેવી શક્યતા છે.
જામનગર મહાનગરપાલિકાની આવતીકાલની જનરલ બોર્ડ બેઠક તોફાની રહેવાની શક્યતા, વિપક્ષ કરશે તીખી પસ્તાળ
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
