T20 વર્લ્ડ કપ 2026ની ટિકિટ વેચાણ શરૂ થતાં જ ક્રિકેટ ફેન્સ માટે ખુશખબર સામે આવી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં યોજાનારી કેટલીક ગ્રુપ સ્ટેજ મેચોની ટિકિટ માત્ર રૂ.100થી ઉપલબ્ધ રહેશે. CAB દ્વારા જાહેર કરાયેલા ભાવ મુજબ અલગ-અલગ મેચો માટે ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે, જેમાં પ્રીમિયમથી લઈને સામાન્ય દર્શકો માટે કિફાયતી વિકલ્પો સામેલ છે. જોકે, આ દરે ભારતની મેચોની ટિકિટ ઉપલબ્ધ નહીં હોય.

