અમદાવાદમાં ડમ્પર ચાલકનો બેફામ આતંક, બોડકદેવથી રાણીપ સુધી અનેક વાહનોને અડફેટે લીધા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદમાં ભારે વાહનોની બેફામ દોડ ફરી એકવાર નાગરિકોની સલામતી માટે ગંભીર ખતરો બની છે. ગુરૂવારે (18 ડિસેમ્બર) રાત્રે બોડકદેવ વિસ્તારમાં એક ડમ્પર ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ભયાનક અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થવાનો પ્રયાસ કરતા રાણીપ સુધીના માર્ગમાં અનેક વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ફિલ્મી ઢબે પીછો કરીને આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી.

મળતી વિગતો મુજબ રાત્રે આશરે 11 વાગ્યાના સુમારે વાડજ વિસ્તારના જયેશભાઈ પરમાર પોતાની એક્સેસ ગાડી બોડકદેવ સ્થિત ‘ટી પોસ્ટ’ દુકાન પાસે પાર્ક કરી હતી. ત્યારે પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરે ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ અકસ્માતમાં ગાડીનો સંપૂર્ણ કચ્ચરઘાણ થઈ ગયો હતો અને અંદાજે એક લાખ રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें