લુપ્ત થવાની કગાર પર ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, કચ્છના અભ્યારણ્યમાં હવે માત્ર 3 જ માદા બચી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાતમાં દુર્લભ અને શેડ્યૂલ-1 હેઠળ રક્ષિત ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ) લુપ્ત થવાની કગાર પર પહોંચી ગયો છે. હાલ કચ્છના અભ્યારણ્યમાં માત્ર ત્રણ જ માદા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્યાં હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. રાજ્યસભામાં આ મુદ્દો ઉઠતા પક્ષીની જાળવણી પ્રત્યે સરકારની ઉદાસીનતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

સાંસદ શક્તિસિંહ ગોહિલે રજૂઆત કરી હતી કે, પવનચક્કી સહિતની વ્યવસાયિક પ્રવૃત્તિઓના કારણે ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સતત મોતને ભેટી રહ્યા છે, જેના કારણે તેના અસ્તિત્વ પર ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે. વિપક્ષે આક્ષેપ કર્યો છે કે રક્ષિત અભ્યારણ્યની જમીન ઉદ્યોગોને આપવા માટે જ આ દુર્લભ પક્ષીની સુરક્ષા પ્રત્યે આંખ આડકતરી કરવામાં આવી રહી છે.

અગાઉ રાજસ્થાન તરફથી નર ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ આપવા રજૂ થયેલી ઓફરને પણ ગુજરાત સરકારે ગંભીરતાથી ન લીધી હોવાનો આરોપ છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો તાત્કાલિક અને અસરકારક સંરક્ષણ પગલાં નહીં લેવામાં આવે તો ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સંપૂર્ણપણે લુપ્ત થવાની ભયજનક સ્થિતિ સર્જાઈ શકે છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें