Gujarat SIR: ગુજરાતમાં સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન (SIR) અભિયાન પૂર્ણ થયા બાદ આજે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતાં મતદારોને પોતાની વિગતો તપાસવાની અપીલ કરવામાં આવી છે.
27 ઓક્ટોબરથી શરૂ થયેલા SIR અભિયાન દરમિયાન રાજ્યભરમાં કુલ 5.08 કરોડ મતદારોને ફોર્મ આપવામાં આવ્યા હતા, જેમાંથી અત્યાર સુધી 4.34 કરોડ ફોર્મ પરત મળ્યા છે. તેમ છતાં હજુ પણ 44.45 લાખ મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી. જેમનું નામ યાદીમાં ન હોય તેઓ પુરાવા સાથે ફોર્મ-6 ભરી શકે છે, તેમજ 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ વાંધા રજૂ કરી શકાશે.
SIRની કામગીરી દરમિયાન 18.07 લાખ મતદારોના મૃત્યુ, 9.69 લાખ મતદારો સરનામે ગેરહાજર અથવા સ્થળાંતરિત અને 3.81 લાખ મતદારોના બે સ્થળે નામ નોંધાયેલા હોવાની વિગતો સામે આવી છે. ચૂંટણી પંચે લોકોને પોતાની માહિતી ચકાસી ભૂલો સુધારવા અનુરોધ કર્યો છે.
