વડોદરા ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ઝુંબેશમાં, લાંબા સમયથી વોન્ટેડ 650થી વધુ આરોપીઓની શોધ દરમિયાન વધુ 14 આરોપીઓનો પત્તો લાગ્યો છે. જેમા સાત આરોપીઓનું મોત થયું છે.
વડોદરા પોલીસ જુદા જુદા રાજ્યોની પોલીસ ટીમોની સહાયથી પરપ્રાંતિય આરોપીઓને શોધી રહી છે. અગાઉના એક વર્ષમાં 32 થી 50 વર્ષના વોન્ટેડ આરોપીઓ પકડવામાં આવ્યા છે. અપહરણ, છેતરપિંડી અને ચોરી જેવા ગુનાઓમાં જોડાયેલા આ નવા 14 આરોપીઓમાં એક બિહારની જેલમાં ડ્રગ્સ કેસમાં આજીવન સજા ભોગવી રહ્યો છે. છને વડોદરા લાવવા તજવીજ ચાલી રહી છે. જ્યારે સાત આરોપીઓના મોત થયા છે, જેથી તેમના ડેથ સર્ટિફિકેટ મેળવવા અને નામ યાદીમાંથી કમી કરવા કાર્યવાહી હાથ ધરાશે.
