વડોદરા શહેરમાં નવી વરસાદી ગટર (બોક્સ કલ્વર્ટ) નાખવાની કામગીરીને કારણે વાઘોડિયા જંકશન આવતીકાલથી સતત 10 દિવસ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન ભારે મશીનરી, મજૂરો અને કારીગરોની હેરફેર થવાને કારણે માર્ગ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રાથમિક તબક્કામાં વાઘોડિયા જંકશન પર કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યારબાદ ગોલ્ડન જંકશન, આજવા જંકશન, કપુરાઈ જંકશન અને તરસાલી જંકશન પર તબક્કાવાર રીતે કામ કરવામાં આવશે.
તંત્રએ વાહનચાલકોને ટ્રાફિક ભીડ અને અસુવિધા ટાળવા માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવાની સૂચના આપી છે.
