ગીર સોમનાથમાં પોલીસ વિભાગમાં મોટો ફેરફાર: એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી, SPના આદેશથી હડકંપ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગીર સોમનાથ જિલ્લામાં એક સાથે 176 પોલીસ કર્મચારીઓની બદલી થતાં પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. જિલ્લા પોલીસ વડાના આદેશથી વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અને ત્રણ વર્ષથી વધુ સમયગાળો પૂર્ણ કરનાર કર્મચારીઓને જાહેર હિતને ધ્યાનમાં રાખીને બદલી કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન ઉપરાંત LCB અને SOG જેવી મહત્વની શાખાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. પોલીસ તંત્રને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને નિષ્પક્ષ બનાવવા માટે લેવામાં આવેલા આ નિર્ણયને મોટો પ્રશાસનિક સંદેશ માનવામાં આવી રહ્યો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें