વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગનો શંકાસ્પદ કેસ? ક્લાસરૂમમાં વિદ્યાર્થીને લાફા મારવાનો વીડિયો વાઇરલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની પોલીટેકનિક કોલેજમાં રેગિંગની આશંકા સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. વાઇરલ વીડિયોમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને ગાળો આપી ઉઠબેસ કરાવતો અને બાદમાં લાફા ઝીંકતો નજરે પડે છે. આ ઘટના રેગિંગના નામે કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે, જેના કારણે કોલેજના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની તારીખ સ્પષ્ટ નથી અને કોલેજ પ્રશાસન તરફથી હજી સુધી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. અગાઉ પણ વિદ્યાર્થી નેતાઓની દાદાગીરીના આરોપો સામે આવી ચૂક્યા હોવાથી, હવે આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें