વડોદરાના ભાયલી વિસ્તારમાં એક દિલ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. સોપાન-55 નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા શ્રમિક દંપતીએ પોતાની પાંચ મહિનાની માસૂમ દીકરીને ગેટ પાસે ગોદડી પાથરીને સુવડાવી હતી. આ દરમિયાન બિલ્ડરની કાર ત્યાંથી પસાર થતાં બાળકી પર ટાયર ફરી વળ્યું અને ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત નીપજ્યું. માતા-પિતાની આંખ સામે બનેલી આ દુર્ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઘટનાને લઈને શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે.
વડોદરામાં કરુણ અકસ્માત: કન્સ્ટ્રક્શન સાઇટ પર સૂતી પાંચ મહિનાની બાળકી પર કાર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
