મોબાઈલમાં ગરકાવ અમદાવાદ મેટ્રોના મુસાફરો! 55% લોકોને સ્ટેશન ભૂલાય છે, 68% મોબાઈલ વિના મુસાફરી અશક્ય હોવાની કબૂલાત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ મેટ્રોમાં મોબાઈલ વ્યસન મુસાફરો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. અમદાવાદની એક જાણીતી ખાનગી કોલેજ દ્વારા કરાયેલા સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે. સર્વે મુજબ 55 ટકા મેટ્રો મુસાફરોએ સ્વીકાર્યું છે કે તેઓ મોબાઈલમાં એટલા વ્યસ્ત થઈ જાય છે કે મહિનામાં ઓછામાં ઓછો એકવાર પોતાનું સ્ટેશન ભૂલી જાય છે અને ફરી મેટ્રો પકડીને પાછા ફરવું પડે છે.

સર્વેમાં 68 ટકા મુસાફરોએ જણાવ્યું હતું કે તેઓ મોબાઈલ વગર મુસાફરી કરી જ શકતા નથી, જ્યારે 42 ટકા લોકોએ મોબાઈલની બેટરી 30 ટકા કરતાં ઓછી થતાં જ ચિંતા અને એન્કઝાયટી અનુભવાતી હોવાની કબૂલાત કરી હતી. વધુમાં 56 ટકા મુસાફરોએ મોબાઈલ વાપરતા સમયે પ્લેટફોર્મ અથવા મેટ્રોમાં અથડાઈ પડવાની અથવા લપસી પડવાની ઘટનાઓનો અનુભવ કર્યો હોવાનું જણાવ્યું છે.

મોબાઈલના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને મેટ્રો સ્ટેશનો પર ‘લૂક અપ’ જેવા સૂચન બોર્ડ મૂકવામાં આવ્યા છે. જો કે, મોબાઈલ ફ્રેન્ડલી સુવિધાઓ વચ્ચે પણ વધુ પડતો મોબાઈલ ઉપયોગ મુસાફરોને આસપાસની પરિસ્થિતિથી અજાણ બનાવી રહ્યો છે. અભ્યાસમાં એ પણ ખુલાસો થયો છે કે 67 ટકા કિશોરોમાં સ્માર્ટફોન વ્યસનના લક્ષણો જોવા મળે છે, જેના કારણે મેટ્રોમાં સ્ટેશનની જાહેરાત સાંભળવા છતાં અનેક મુસાફરો સમયસર ઉતરવાનું ચૂકી જાય છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें