સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ઉમેદપર ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો પાસેથી સફાઈ કરાવવામાં આવતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં વિદ્યાર્થીઓ હાથમાં સાવરણા લઈને શાળાના પટાંગણમાં સફાઈ કરતા નજરે પડે છે. બાળકોને ભણાવવાની જગ્યાએ તેમને શારીરિક શ્રમ કરાવવામાં આવતા વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. ઘટના સામે આવ્યા બાદ પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરફથી કોઈ સ્પષ્ટતા ન મળતા શિક્ષણ વિભાગની બેદરકારી પર સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
લીંબડીની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષણને બદલે સફાઈ : વિદ્યાર્થીઓના હાથમાં પેન્સિલ નહીં, સાવરણા!
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
