KSKV કચ્છ યુનિવર્સિટીની 16મી પદવીદાન સમારોહ માટે પ્રોવિઝનલ ગોલ્ડ મેડલિસ્ટ યાદી જાહેર
વિદ્યાર્થીઓને વિગતો ચકાસી ભૂલ કે વાંધો હોય તો 21 સપ્ટેમ્બર, 2026 સુધી પુરાવા સાથે રજૂઆત કરવા સૂચના
ભુજ/ગાંધીધામ, 20 સપ્ટેમ્બર 2026:
ક્રાંતિક ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી (KSKV-KU) દ્વારા આગામી 16મા પદવીદાન સમારોહને ધ્યાનમાં રાખીને વિવિધ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોના પ્રોવિઝનલ ગોલ્ડ મેડલ વિજેતાઓની યાદી જાહેર કરવામાં આવી છે.
યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલી સૂચના મુજબ, સંબંધિત વિદ્યાર્થીઓએ યાદીમાં પોતાનું નામ તથા અન્ય વિગતોની કાળજીપૂર્વક ચકાસણી કરવાની રહેશે.
જો કોઈ વિદ્યાર્થીને નામ, અભ્યાસક્રમ, વિગતો અથવા અન્ય બાબતમાં ભૂલ, વિસંગતતા કે વાંધો જણાય તો તેમણે મૂળ દસ્તાવેજી પુરાવા સાથે વ્યક્તિગત રીતે યુનિવર્સિટીમાં રજૂઆત કરવાની રહેશે.
📅 વાંધો રજૂ કરવાની અંતિમ તારીખ: 21 સપ્ટેમ્બર, 2026 (સોમવાર)
યુનિવિટી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિર્ધારિત સમયમર્યાદા બાદ મળતી કોઈપણ રજૂઆત કે વાંધો સ્વીકારવામાં આવશે નહીં.
🏅 પ્રોવિઝનલ ગોલ્ડ મેડલ વિજેતાઓ
કલા, સામાજિક કાર્ય અને શિક્ષણ ફેકલ્ટી
અભ્યાસક્રમ ગોલ્ડ મેડલ વિજેતા સંસ્થા/વિભાગ
MSW મહેશ્વરી કુસુમ રાજેશભાઈ Department of Social Work
MSW – Best Social Worker ભાવ્યતા C. રાજગોર Department of Social Work, ભુજ
M.A. – Overall રબારી ચેતના Department of Sanskrit, ભુજ
M.A. – Sanskrit રબારી ચેતના પંચન Department of Sanskrit
M.A. – Sociology ધાળ કસ્તુરબા મધુભા Department of Sociology, ભુજ
M.A. – English ઠક્કર વિધિ વિપુલભાઈ Department of English
M.A. – Economics ઠક્કર રૂચિ ભરતભાઈ Department of Economics
M.A. – Gujarati જીગ્ના ગુંસાઈ Department of Gujarati
M.A. – History ડાંગર શીતલ લખુ Department of History
B.A. – Overall પરમાર પ્રાચી કલ્પેશભાઈ R.R. Lalan College, ભુજ
B.A. – Sanskrit ઠક્કર સુચિતા ધર્મેન્દ્રભાઈ R.R. Lalan College, ભુજ
B.A. – English સોની જેમીની કલ્પેશકુમાર Shree Sahjanand Girls Institute
M.Ed. ચાવડા દિવ્યાબેન અરવિંદભાઈ Department of Education
B.Ed. ઓધવાણી હેત્વી વિનોદભાઈ S.D. Sethiya College of Education
વાણિજ્ય, મેનેજમેન્ટ અને કાયદા ફેકલ્ટી
અભ્યાસક્રમ ગોલ્ડ મેડલ વિજેતા સંસ્થા/વિભાગ
M.Com ઠક્કર કેજલ પિયુષભાઈ Department of Commerce
B.Com જીયંદાણી વિભા ઈશ્વર Tolani Commerce College, આદિપુર
MBA – HR & Finance ફોફીંદી અદિતિ ભરત Department of Management Studies
BBA મોમાયા મુક્તિ ભાવેશ D.N.V. International Academy, ગાંધીધામ
Integrated MBA – 3 Years પિત્રોડા શિવાંગી વસંતકુમાર Department of Management Studies
Integrated MBA – 5 Years, Sem X ત્રિવેદી દિયા અમિત Department of Management Studies
LL.B. ભગત સાક્ષી સુરેશભાઈ Sheth D.L. Law College, ભુજ
LL.M. – Labour Laws બરાડિયા વિનાબેન રણધીરભાઈ Department of Law
MLW વાઘેલા નરેશકુમાર અમૃતલાલ SRK Institute of Social Sciences
વિજ્ઞાન, IT અને કમ્પ્યુટર એપ્લિકેશન ફેકલ્ટી
અભ્યાસક્રમ ગોલ્ડ મેડલ વિજેતા સંસ્થા/વિભાગ
M.Sc. Overall & Mathematics રાણા પ્રતીક્ષાબા બલભદ્રસિંહ Tolani College of Arts & Science
M.Sc. – Chemistry દરજી કૃપાબેન ધીરજભાઈ Department of Chemistry
M.Sc. – Environmental Science રિદ્ધિ મનોજ ટાંક Department of Environmental & Life Science
M.Sc. – Geology રિતિકા નાથ Department of Geosciences
M.Sc. – Microbiology ભાટિયા રોશની Tolani College of Arts & Science, આદિપુર
M.Sc. – Applied Geology પરમાર આનંદકુમાર દૂદાભાઈ Department of Geosciences
M.Sc. CA & IT – Sem X ઝાલા રુદ્રરાજસિંહ દુષ્યંતસિંહ Department of Computer Science, ભુજ
M.Sc. CA & IT – 3 Years ચાવડા કૃપાલી ખીમજી Department of Computer Science, ભુજ
M.Sc. – IT જોશી જુગલ નિરંજન Department of Computer Science
B.Sc. (Honours) લોદાયા જૈનમ કીર્તિકુમાર Tolani College of Arts & Science, આદિપુર
B.Sc. – Physics વાણિયા માનસી નિલેશભાઈ Tolani College of Arts & Science, આદિપુર
BCA ભગતાણી વરુણ પ્રકાશ D.N.V. International Academy
મેડિસિન, નર્સિંગ અને એલાઇડ હેલ્થ સાયન્સ ફેકલ્ટી
અભ્યાસક્રમ ગોલ્ડ મેડલ વિજેતા સંસ્થા
MBBS ડૉ. દવે વિશ્વા પરેશકુમાર GAIMS, ભુજ
MS – Obstetrics & Gynaecology ડૉ. મુશર શ્યામ અનિલભાઈ GAIMS
BPT વોરા મેઘાલી સંજય Chanakya College of Physiotherapy, ભુજ
B.Sc. Nursing શ્વેતા પાંડે B.M.C.B. College of Nursing
M.Sc. Nursing પ્રજાપતિ તૃશાલી શૈલેશભાઈ B.M.C.B. College of Nursing
📌 ખાસ નોંધ
આ યાદી પ્રોવિઝનલ (કામચલાઉ) છે. તેમાં દર્શાવાયેલા નામો અને વિગતો અંગે કોઈ વાંધો હોય તો 21 સપ્ટેમ્બર, 2026 સુધી મૂળ દસ્તાવેજી પુરાવા સાથે યુનિવર્સિટીમાં રજૂઆત કરવી જરૂરી છે. ત્યારબાદ મળતી રજૂઆતો સ્વીકારવામાં નહીં આવે.
સજાગ કચ્છ તરફથી તમામ પ્રોવિઝનલ ગોલ્ડ મેડલ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.
