દિવાળીના તહેવાર પર ગુજરાતમાં ગરમીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ અને ભૂજમાં તાપમાન ૩૭°Cને પાર જતા ઓક્ટોબર હીટનો અનુભવ થયો છે. તાપમાનમાં ફેરફારના એંધાણ નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, તાપી અને વલસાડ સહિતના વિસ્તારોમાં આગામી છ દિવસ સુધી હળવાથી મધ્યમ માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે.
