પશ્ચિમ બંગાળમાં સત્તા બદલાવવાનું સપનું સાકાર કરવા ભાજપે છ મહિના પહેલા જ ગામડે-ગામડે સંપર્ક અભિયાન શરૂ કરી દીધું છે. સૂક્ષ્મ રણનીતિ હેઠળ ભાજપ અને RSS એકસાથે ગ્રામીણ વિસ્તારમાં પગદંડા મજબૂત કરી રહ્યા છે. ટીએમસી વિરુદ્ધ નારાજગીની લાગણી વચ્ચે પાર્ટી ઓપિનિયન લીડર્સ અને બૂથ લેવલ કાર્યકરો દ્વારા મમતાના ગઢમાં ધીરે ધીરે ઘૂસણખોરી કરી રહી છે.
