થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં એક ભારતીય પ્રવાસી નશાની હાલતમાં રસ્તા પર ચીસા પાડી રહ્યો હતો અને પિસ્તોલ આકારના લાઇટર વડે લોકોને ડરાવતો જોવા મળ્યો. ઘટના નોવોટેલ હોટલ સામે બની હતી. 41 વર્ષીય સાહિલ રામ થડાને સુરક્ષા રક્ષકોએ કાબૂમાં લીધો અને ત્યારબાદ પોલીસે ધરપકડ કરી. તપાસમાં ખુલ્યું કે તેણે ગાંજાનું સેવન કર્યું હતું. સોશિયલ મીડિયા પર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, જેનાથી વિદેશમાં ભારતીયોની છબી પ્રશ્નચિહ્નમાં મુકાઈ છે.
