દિવાળી પહેલા અયોધ્યા એકવાર ફરી ઈતિહાસ રચવા તૈયાર છે. શ્રીરામના આગમનની ખુશીમાં 56 ઘાટો પર એકસાથે 26,11,101 દીવો પ્રગટાવી નવા ગિનેસ વર્લ્ડ રેકોર્ડનો લક્ષ્યાંક ધરાયો છે. સરયૂ ઘાટે 2100 વેદાચાર્યો મહાઆરતી કરશે, જ્યારે 1,100 ભારતીય ડ્રોન્સ રામાયણના દ્રશ્યો આકાશમાં જીવી ઉતારશે. દીપોત્સવમાં 33,000થી વધુ સ્વયંસેવકો જોડાયા છે અને ‘એક દિયા રામ કે નામ’ જેવી નવી પહેલ લોકોને દૂરસ્થ બેઠાં પણ અયોધ્યાથી જોડશે.
