તમિલ ફિલ્મના સુપરસ્ટાર અને રાજકારણી વિજયે કરુર રેલી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 41 લોકોના પરિવારજનોને વચન મુજબ રૂપિયા 20-20 લાખની સહાય તેમના ખાતામાં જમા કરાવી. TVK પાર્ટી દ્વારા કુલ રૂ. 7.8 કરોડની સહાય આપવામાં આવી છે. વિજયે પત્ર લખી પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને લાંબા ગાળાની સહાય જેવા કે શિક્ષણ અને રોજગારી માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
