દિવાળી અને છઠ્ઠ પર્વને લઈને દેશભરના રેલવે સ્ટેશનો પર ભીષણ ભીડ જોવા મળી રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશને શનિવારે રાત્રે ખાસ દૃશ્ય બન્યું હતું, જ્યાં ટ્રેન પકડવા માટે મુસાફરોની લાઇન લગભગ 2 કિલોમીટર સુધી લાંબી જોવા મળી. અનેક શ્રમિકો, મહિલાઓ અને વૃદ્ધો 12 કલાક પહેલા લાઈનમાં ઉભા રહીને ટ્રેનની રાહ જોઈ રહ્યાં હતા. નવી દિલ્હી, મુંબઈ સહિતના મુખ્ય સ્ટેશનો પર પણ ભીડના દ્રશ્યો સર્જાયા છે. ભીડને સંભાળવા માટે રેલવે તંત્રએ 12,000 વિશેષ ટ્રેનો ચલાવવી શરૂ કરી છે અને સુરક્ષા તેમજ વ્યવસ્થાની કામગીરી તાકીદે હાથ ધરાઈ છે.
