કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા ગિરિરાજ સિંહે બિહારમાં ચૂંટણી રેલી દરમિયાન મુસ્લિમ સમુદાય અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે સરકારની યોજનાઓનો લાભ લેતા છતાં મુસ્લિમો ભાજપને મત આપતા નથી અને ઉપકાર નહીં માનતા હોવાથી તેઓ “દેશદ્રોહી” છે. આ નિવેદન દેશના રાજકીય પરિપ્રેક્ષ્યમાં ઉગ્ર ચર્ચાનો વિષય બન્યું છે.
અરવલ જિલ્લામાં યોજાયેલી સભામાં, ગિરિરાજે કહ્યું કે જેમણે સરકારના કામોનો લાભ લીધા છતાં ભાજપાને મત ન આપ્યો, તેમને દેશદ્રોહી ગણાવ્યા જોઈએ. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ અને મહાગઠબંધન પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે NDAના નેતૃત્વમાં દેશ અને રાજ્યની વિકાસયાત્રા સતત આગળ વધી રહી છે.
