લોસ એન્જલ્સ: અમેરિકાની જાણીતી ન્યુ મેટલ બેન્ડ ‘લિમ્પ બિઝ્કિટ’ના સ્થાપક સભ્ય અને બેસિસ્ટ સેમ રિવર્સનું 48 વર્ષની વયે અવસાન થયું છે. બેન્ડના અન્ય સભ્યોએ શનિવારે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ દુઃખદ સમાચાર આપ્યા હતા.
પોસ્ટમાં રિવર્સને સ્ટેજ પર પરફોર્મ કરતા દર્શાવવામાં આવ્યા હતા અને કેપ્શનમાં લખાયું હતું: “આજે અમે અમારા ભાઈને ગુમાવ્યા. અમારા બેન્ડમેટને. અમારા હ્રદયને. સેમ માત્ર બેસિસ્ટ નહોતાં — તેઓ સંપૂર્ણ જાદુ હતા.”
રિવર્સના અવસાનથી સંગીતજગતમાં શોકની લાગણી ફેલાઈ છે.
