કારાચી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા આવતીકાલે લાહોરમાં યોજાનારી પસંદગી સમિતિ અને સલાહકાર બોર્ડની સંયુક્ત બેઠકમાં મોહમ્મદ રિઝવાનની ODI કેપ્ટન તરીકેની ભૂમિકા પડકારના ઘેરામાં છે.
PCBના નિવેદન મુજબ, પાકિસ્તાનની વ્હાઈટ બૉલ ટીમના મુખ્ય કોચ માઈક હેસને અધ્યક્ષ મોહસિન નકવીને પત્ર લખીને ODI ટીમના મુદ્દાઓ અને કેપ્ટનશીપને લઈ બેઠક યોજવા વિનંતી કરી હતી.
PCBએ સ્પષ્ટ કર્યું કે, “હજી સુધી ODI કેપ્ટનશીપ પર કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. આ મુદ્દા પર ચર્ચા કરવા માટે પસંદકારો અને સલાહકારોને આવતીકાલે મળવા કહ્યું છે.”
