અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેરેબિયન સમુદ્રમાં ડ્રગ્સ ઘૂસાડતી એક સબમરીનને લશ્કરી કાર્યવાહી દ્વારા ઉડાડી નાખ્યાનો દાવો કર્યો છે. ટ્રમ્પના કહ્યા મુજબ, જો આ સબમરીન કિનારે પહોંચી હોત તો 25,000 અમેરિકનો ફેન્ટાનાઇલના શિકાર બનીને મરી ગયા હોત. તેમણે આ ઓપરેશનનો VIDEO પણ શેર કર્યો છે. હૂમલામાં બે ડ્રગ તસ્કરો માર્યા ગયા અને બાકીના બેને ઇક્વાડોર-કોલંબિયા પરત મોકલ્યા. ટ્રમ્પે ચેતવણી આપી કે “ડ્રગ્સની તસ્કરી કરવા વાળાઓને US જમીન કે સમુદ્રમાં સહન નહીં કરાય.”
