ચીનથી દક્ષિણ કોરિયા જઈ રહેલી Air Chinaની ફ્લાઇટ CA139માં હવામાં લિથિયમ બેટરી ફાટતાં ભીષણ આગ લાગી. વિમાનના ઓવરહેડ કેબિનમાંથી જ્વાળાઓ નીકળતા યાત્રીઓમાં અફરાતફરી મચી. વિમાનને તરત શંઘાઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડ કરાવાયું. અંદર 160 યાત્રીઓ અને ક્રૂ હતા – સદનસીબે બધાનો સલામત બચાવ થયો. वायरल વીડિયો જોઇને લોકો થરથરી ઉઠ્યા. ઘટના પછી ફરીથી લિથિયમ બેટરીના સુરક્ષા મર્યાદાઓ પર ચર્ચા શરૂ થઈ છે.
