અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની ‘સરમુખત્યારશાહી’ સામે ઉગ્ર વિરોધ ઊઠ્યો! દેશભરમાં 2600થી વધુ રેલીઓ યોજાઈ, લોકોના હાથમાં હતા બેનરો – “ટ્રમ્પ પર ફરીથી મહાભિયોગ ચલાવો”. વોશિંગ્ટનથી હ્યુસ્ટન સુધી ભીડના નારા ગૂંજી ઉઠ્યા. કથિત દમનકારી પગલાં, ઇમિગ્રેશન દરોડા અને કેમ્પસ પર દબાણ સામે લોકો રસ્તે ઊતરી આવ્યા. ‘નો કિંગ’ રેલીના નામે યુએસ કેપિટોલ તરફ જનસૌમ્ય વહેતું થયું – લોકો પુછે છે, “અમેરિકા કઈ દિશામાં જઈ રહ્યું છે?”
