રાજસીતાપુર પીજીવીસીએલ કચેરીનો સામાન કર્મચારી દ્વારા ગેરકાયદે વેચાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ધ્રાંગધ્રાના રાજસીતાપુર પીજીવીસીએલ પેટા કચેરીનો ડ્રાઇવર સુરેશભાઈ પોપટભાઈ દેત્રોજા કચેરીનો ઈલેક્ટ્રિક સામાન ભંગારમાં ગેરકાયદે વેચતો હોવાનું સીસીટીવી ફુટેજમાં સામે આવ્યું. કચેરીના અધિકારીઓએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી અને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

હાલે પોલીસ દ્વારા કર્મચારી ક્યારે અને કેટલો માલ વેચી ચૂક્યો તે અંગે તપાસ ચાલુ છે. ઘટનાની પૃષ્ઠભૂમિમાં કેટલીકવાર પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ થતો હોવાનું ચર્ચા થઈ રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें